Posts

સ્ક્રીનની ચમક કે પછી જીવનનો અંધકાર...!!!

સ્ક્રીનની ચમક કે પછી જીવનનો અંધકાર...!!! 1980-90 ના ભારતીય સમાજના એક મધ્યમવર્ગીય પરિવારનું દ્રશ્ય તમે કલ્પો , ઘરની અંદર પપ્પા ન્યૂઝ પેપર વાંચી રહ્યા છે, મમ્મી તેની બાજુમાં બેસીને આખા દિવસની વાતચીત કરે, છોકરાઓ તેની સામે બેસી પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યાં છે અને નવી નવી વાતો સાંભળી અને સંભળાવી રહ્યા છે. આ ચિત્ર છે ભારતીય મધ્યમ વર્ગ પરિવારનું 30 વર્ષ પહેલાંનું ચિત્ર,  હવે 2025 માં આ મધ્યમ વર્ગીય પરિવારના ચિત્રની કલ્પના કરો, પપ્પા મોબાઈલમાં ન્યુઝ પેપર સ્ક્રોલ કરી રહ્યા છે મમ્મી OTT પ્લેટફોર્મ પર કોઈ એક Show જોઈ રહ્યા છે, બહેન ઘરના કોઈ એક ખૂણામાં whatsapp અને instagram માં ચેટીંગ કરે અને ભાઈ મોબાઇલમાં BGMI અને free fire જેવી પોતાની દુનિયામાં જ વ્યસ્ત છે.  ચિત્ર 1 માં, બધો પરિવાર મગજથી અને શરીરથી તે જ સ્થળે ઉપસ્થિત હતો અને બધા એકબીજાના માં પરોવાયેલા હતા. પરંતુ ચિત્ર 2 માં બધા પરિવારના શરીર તો ત્યાં જ પરંતુ મગજ બીજી દુનિયામાં આંટા મારી રહ્યા છે.  કંઈ બીજી દુનિયામાં વળી...??? આજ તો સોશિયલ મીડિયા અને  કાળમુખી વર્ચ્યુઅલ દુનિયામાં...!!! આજની Gen. Z. ની વાત કરીએ તો સવારનો એલાર્મ ...

દેવી પૂજનથી દેહશોષણ સુધી: શું ભારત ભટકી ગયું છે?

દેવી પૂજન થી દેહશોષણ સુધી: શું ભારત ભટકી ગયું છે? જે દેશની માટીમાં સિંધુ સભ્યતાની સુગંધ છે, જ્યાં સ્ત્રીને શક્તિ અને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તે જ દેશમાં આજે સ્ત્રી આટલી અસુરક્ષિત કેમ?  સિંધુ સભ્યતામાં માતૃદેવીની પૂજા થતી હતી અને સ્ત્રીને સમાજના કેન્દ્રમાં રાખીને દરેક કાર્યની શરૂઆત કરવામાં આવતી હતી.  જે સંસ્કૃતિમાં "નારી તું નારાયણી"નો સિદ્ધાંત વણાયેલો છે,  ત્યાં હાલની વાસ્તવિકતા આટલી બિહામણી કેમ છે? બ્રહ્મપુરાણના ઉલ્લેખ મુજબ, સૃષ્ટિની સર્વપ્રથમ સ્ત્રી 'શતરૂપા' માનવામાં આવે છે, જેનું નિર્માણ સ્વયં બ્રહ્માજીએ કર્યું હોવાનું મનાય છે.  પ્રાચીન સમયથી આપણે ત્યાં સ્ત્રીને દેવીનું સ્થાન મળ્યું છે, પછી તે વૈદિક કાળ હોય કે પૌરાણિક યુગ.  તો આઝાદ ભારતમાં એવું તો શું થયું કે આજે સ્ત્રી માત્ર શરીર સુખ મેળવવાનું અને વંશવેલો આગળ વધારવાનું સાધન બનીને રહી ગઈ છે? જ્યારે પણ કોઈ બળાત્કારની ઘટના બને છે ત્યારે સમાજ મીણબત્તીઓ સળગાવે છે, કાયદો બદલાય છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાય છે. પણ થોડા દિવસો પછી શું થાય છે? એ તો તમને ખબર જ છે...  બધું સાવ શાંત!  અને થોડા સમ...

रजनीश ।

रजनीश । सभी को नफरत है मुझसे,  कोई प्यार कर बैठा है, किसी को यकीन नहीं मुझ पे, कोई राह देख कर बैठा है, कितनी अजीब है न ये दुनिया, कोई मिलना नहीं चाहता और, कोई इंतजार कर बैठा है ।                                            Publish Date : July 21, 2025