સ્ક્રીનની ચમક કે પછી જીવનનો અંધકાર...!!!
સ્ક્રીનની ચમક કે પછી જીવનનો અંધકાર...!!!
1980-90 ના ભારતીય સમાજના એક મધ્યમવર્ગીય પરિવારનું દ્રશ્ય તમે કલ્પો ,
ઘરની અંદર પપ્પા ન્યૂઝ પેપર વાંચી રહ્યા છે, મમ્મી તેની બાજુમાં બેસીને આખા દિવસની વાતચીત કરે, છોકરાઓ તેની સામે બેસી પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યાં છે અને નવી નવી વાતો સાંભળી અને સંભળાવી રહ્યા છે.
આ ચિત્ર છે ભારતીય મધ્યમ વર્ગ પરિવારનું 30 વર્ષ પહેલાંનું ચિત્ર,
હવે 2025 માં આ મધ્યમ વર્ગીય પરિવારના ચિત્રની કલ્પના કરો, પપ્પા મોબાઈલમાં ન્યુઝ પેપર સ્ક્રોલ કરી રહ્યા છે મમ્મી OTT પ્લેટફોર્મ પર કોઈ એક Show જોઈ રહ્યા છે, બહેન ઘરના કોઈ એક ખૂણામાં whatsapp અને instagram માં ચેટીંગ કરે અને ભાઈ મોબાઇલમાં BGMI અને free fire જેવી પોતાની દુનિયામાં જ વ્યસ્ત છે.
ચિત્ર 1 માં, બધો પરિવાર મગજથી અને શરીરથી તે જ સ્થળે ઉપસ્થિત હતો અને બધા એકબીજાના માં પરોવાયેલા હતા.
પરંતુ ચિત્ર 2 માં બધા પરિવારના શરીર તો ત્યાં જ પરંતુ મગજ બીજી દુનિયામાં આંટા મારી રહ્યા છે.
કંઈ બીજી દુનિયામાં વળી...???
આજ તો સોશિયલ મીડિયા અને
કાળમુખી વર્ચ્યુઅલ દુનિયામાં...!!!
આજની Gen. Z. ની વાત કરીએ તો સવારનો એલાર્મ બંધ કર્યા બાદ હાથમાં સૌપ્રથમ કોઈ સાધન લેવાતું હોય તો તે છે મોબાઇલ ફોન અને મોબાઈલ ફોનમાં પણ ખાસ INSTAGRAM આ અત્યારની એક સામાન્ય લાગતી ગહન વાસ્તવિકતા છે .
Instagram એટલે શું ?
Instagram એટલે એવી દુનિયા,
કે જ્યાં દરેક ચહેરો હસતો દેખાય છે,
દરેક ક્ષણ ઉજવણી જેવી લાગે છે,
અને દરેક વ્યક્તિનું જીવન પરફેક્ટ ફિલ્મની જેમ લાગે છે,
આ છે Instagram.
તમારી આંગળીના ટેરવે એક ચમકદાર,રંગીન અને આકર્ષક દુનિયા.
Instagram એ ફક્ત એક સોશિયલ મીડિયા એપ્લિકેશન નથી રહી પરંતુ તમારી દિનચર્યા,આપણા સંબંધો અને આપણી વિચારસરણી પર રાજ કરતું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે.
મિત્રોના વેકેશનની તસવીરોથી લઈને મનપસંદ કલાકારના જીવનની ઝલક સુધી, સ્વાદિષ્ટ ભોજન ની રેસીપી થી લઈને, દુનિયાના દરેક ખૂણે બનતી ઘટનાઓ સુધી બધું જ અહીં હાજર છે, ટૂંકમાં કહો તો તમારે ટૂંકા સમયમાં ડોપામાઇન(Dopamine) જોતો હોય તો બસ ખાલી એક જ ક્લિક કરવાનું "Insta." પર અને
બસ હાજર છે ખજાનો તમારે એ આંખની સમક્ષ...,
આ એક ઇન્સ્ટાગ્રામ ઉપર કરેલી ક્લિક એ તમને કલાકો સુધી જકડી રાખે છે અને તમને એવી દુનિયાનો અનુભવ કરાવે છે જે કદાચ તમને તમારા વાસ્તવિક જીવન કરતાં વધુ આકર્ષક લાગે છે.
પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે આંખની સમક્ષ ચમકતી આ દુનિયા પાછળ કોઈ પડછાયો તો નથી ને ?
શું આ સતત જગમગતી દુનિયા આપણા મનમાં કોઈ ખૂણામાં અંધારું તો નથી ફેલાવી રહી ?
સાચી રીતે મૂલ્યાંકન કરો તો અંધારું જ અંધારું.
જ્યારે આપણે બીજાના જીવનની માત્ર શ્રેષ્ઠ પળો સતત જોતા રહીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં સરખામણીનું ઝેર ભળવા લાગે છે.
બીજાની સફળતા, સુંદરતા અને સુખ જોઈને આપણને આપણું જીવન સામાન્ય અને ની:રસ લાગે છે.
એક લાઇક ના લીધે તમારો આત્મવિશ્વાસ હિમાલયથી નીચે પટકાઈ ને ચકચૂર થઈ જાય છે,
અને કમેન્ટ સેક્શન તમારી ખુશી નું માપદંડ બની જાય છે.
મારા લખવાનું ઉદ્દેશ્ય Instagram ને સારું કે ખરાબ સાબિત કરવાનું નથી પરંતુ તેની "બેધારી"( જે તલવારની બંને બાજુ ધાર હોય તેવી તલવાર) તલવાર જેવા સ્વરૂપને સમજવાનો છે.
આગળ હું તમને જણાવું કે કેવી રીતે Instagram એક તરફ તકો અને જોડાણ ના દ્વાર ખોલે છે અને બીજી તરફ તે જ સમયે માનસિક શાંતિ અને વાસ્તવિક ખુશીને કઈ રીતે છીનવી લે છે.
@ • માણસો દસ-વીસ મિનિટ પરંતુ instagram ખોલે છે અને ત્યારબાદ તેના એડિક્ટ કેમ થઈ જાય છે ???
આ થવા પાછળનું કારણ મનોવૈજ્ઞાનિક અને ટેકનિકલ કારણો જવાબદાર છે,
આ વ્યસન કોઈ સંયોગ નથી પરંતુ એપ્લિકેશનના ડિઝાઈનરો દ્વારા માનવ મનોવિજ્ઞાનને સમજીને ઈરાદાપૂર્વક બનાવવામાં આવેલી એક જાળ છે.
@_મનોવૈજ્ઞાનિક કારણો_@
આપણા મગજની કામ કરવાની પદ્ધતિ એવી છે કે તે અમુક વસ્તુઓ પ્રત્યે સરળતા થી આકર્ષાય છે.
1. The Dopamine rush ( ડોપામાઈનનો ખેલ )
ડોપામાઈન એટલે મગજમાં રહેલ "ફીલ ગુડ" કેમિકલ.
જ્યારે આપણે આનંદની લાગણી અનુભવીએ ત્યારે તે ઉત્પન્ન થાય છે.
જ્યારે પણ તમને Instagram ઉપર લાઈક, કોમેન્ટ અને
એક નવા ફોલોવર મળે અથવા કોઈ મજેદાર રીઝલ્ટ જોવા મળે ત્યારે તમને એક ડોપામાઈનનો નાનો ડોઝ રિલીઝ થાય છે,
તમને ક્ષણિક ખુશી મળે છે.
તમારું મગજ આ ખુશી વારંવાર મેળવવા માંગે છે તેથી જ તમે વધુને વધુ સ્ક્રોલ કરવા માટે પ્રેરિત થાઓ છો .
2. Variable Rewards ( અણધાર્યા રિવોર્ડસ )
તમે "ઇન્સ્ટા" ઉપર સ્ક્રોલ કરો છો ત્યારે તમને ખબર નથી હોતી કે આગળ શું આવશે,
તમારું મગજ વારંવાર ડોપામાઈન હિટ ના લીધે એ રીતના ટેવાઈ જાય છે કે તમને દર 30 સેકન્ડમાં એક નવું કન્ટેન્ટ જોઈએ છે,
તમારું મગજ કોઈ એક વિડિઓ ઉપર 1 મિનિટ થી વધારે ના રહી શકે તેવી ટેવ તમને પડે છે ,
કોઈ સામાન્ય ફોટો , રસપ્રદ રિલ્સ, કોઈ મિત્ર ની રિલ્સ આગળ આવશે , તેવી અણધાર્યા પુરષ્કાર મેળવવાની આશામાં તમે સતત ને સતત સ્ક્રોલ કરતા રહો છો ,
અને તમે જે 10 મિનિટ માટે ઈન્સ્ટાગ્રામ ખોલ્યું હતું , તે તમારી 10 મિનિટ કલાકો માં પરિવર્તિત થતી જોવા મળે છે.
3. Need for social validation ( સામાજિક સ્વીકૃતિની ભૂખ )
આપણે બીજા લોકો દ્વારા સ્વીકૃતિ અને પ્રશંસાની તીવ્ર ઈચ્છા હોય છે, તમારી આ ભૂખને "ઇન્સ્ટા" લાઈક, ફોલોવર્સ અને કોમેન્ટ ના રૂપમાં સંતોષે છે .
આપણે કોઈ ફોટો પોસ્ટ કરીએ અને પછી વારંવાર એપ ખોલીને ચેક કરીએ છીએ કે તે પોસ્ટ કેટલા લોકોએ પસંદ કરી,
આ એક સામાજિક વેલિડેશન છે તમને ત્યારે સારું અનુભવ કરાવે છે અને તમને એપ્લિકેશન ખોલવા તરફ લઈ જાય છે.
4. FOMO- fear of missing out ( કંઈક ચૂકી જવાનો ડર )
ઈન્સ્ટાગ્રામ ઉપર સતત કંઈક ને કંઈક નવું આવતું રહે છે, આનાથી તમારા મનમાં એક પ્રકારનો ડર ઉત્પન્ન થાય છે કે જો આપણે ઓનલાઈન નહીં હોઈએ તો,
કદાચ મહત્વની ખબર, ટ્રેડિંગ રીલ, સ્ટોરી આપણે ચૂકી જઈશું, આ ડર તમને વારંવાર instagram ખોલવા માટે મજબૂર કરે છે.
@_ટેક્નિકલ કારણો_@
Instagram ની બનાવટ જ એવી રીતે કરવામાં આવી છે કે તમે ધારો તો પણ તેનાથી બહાર ના નીકળી શકો.
1. Infinite Scroll ( અનંત સ્ક્રોલ )
તમે ન્યૂઝ પેપર વાંચતા હોય ત્યારે તેનું છેલ્લું પાનું આવે એટલે આપણને રોકવાનો સંકેત મળે, પરંતુ instagram માં આવું નથી, તેની ફિડ નો ક્યારેય અંત આવતો નથી, તમે જેટલું સ્ક્રોલ કરો એટલું નવું કન્ટેન્ટ આવતું રહે છે,
કોઈપણ જાતનો સ્ટોપ ન હોવાથી તમારો મગજ ક્યારે રોકવું તે નક્કી કરી શકાતું નથી.
2. The Powerfull Algorithm ( શક્તિશાળી અલ્ગોરિધમ )
Instagram તમારા દરેક મુવ ઉપર ધ્યાન અને નજર કેંદ્રીત કરી રાખે છે, તમે કંઇ પોસ્ટ ઉપર વધારે રોકાયા, કોને લાઈક કર્યું,
શું સર્ચ કર્યું,
ઈન્સ્ટાગ્રામ આ બધા અલગોરીધમ્સ નો અભ્યાસ કરીને તમને એવું જ કન્ટેન્ટ બતાવે છે કે જેમાં તમને સૌથી વધારે રસ હોય, આનાથી તમારું ઈન્સ્ટાગ્રામ ફિડ આટલું પર્સનલાઈઝ અને રસપ્રદ બની જાય કે તેમાંથી તમારી નજર હટાવવી બહુ મુશ્કેલ બની જાય છે.
3. Stories and Reels ( સ્ટોરીસ અને રીલ્સ )
સ્ટોરી : તે 24 કલાકના સમય પૂરતી જ હોય છે ,
જે તમને સ્ટોરી જોવા પ્રત્યે ની એક urgency ઊભી કરે છે,
જે તમે અત્યારે નહીં જુઓ તો તે વસ્તુ ચૂકી જશો
( FOMO ).
4. Push Notifications ( નોટિફિકેશન ની જાળ )
જ્યારે તમે instagram યુઝ નથી કરી રહ્યા હોતા ત્યારે
તમારી પોસ્ટ લાઈક થઈ, કોઈએ નવી સ્ટોરી મૂકી, આ બધી લાલ, લીલી, પીળી રંગની નોટિફિકેશન તમારામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે અને તમને વારેવારે એપ્લિકેશન ખોલવા માટે તમને મજબૂર કરે છે.
- ટૂંકમાં આપણે કહીએ તો તમે 10 મિનિટ પૂરતું ઇન્સ્ટાગ્રામ ખોલો છો પણ તમારું મગજ ડોપામાઈન ની લાલચમાં, રિવોર્ડસ ની આશામાં ફર્યા કરે છે અને એ તમારી 10 મિનીટ કલાકોમાં પરિવર્તિત થઈ જાય છે અને આ અવસ્થા થી તમે સભાન પણ હોતા નથી.
- આપણે ઉપર જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે instagram એ એક પ્રકારનું ચીખલ નું દલદલ છે,
જેમાં તમે પોતાનો એક પગ મુકો અને એમાંથી તમે બહાર નીકળવાના પ્રયત્નો કરો એટલે તમારો બીજો પગ પર તેની અંદર ફસાવાનો જ.
- રાત્રિના શાંત વાતાવરણમાં ઓરડાના અંધકારને ચિરતો મોબાઈલ સ્ક્રીન નો પ્રકાશ આજના સમયનું આ એક જાણીતું દ્રશ્ય છે,
એ પ્રકાશમાં જે દુનિયા ખુલે છે
તે દુનિયા છે instagram ની રંગીન અને મોહક દુનિયા,
આ દુનિયા તરત જ તમને પોતાને તરફ ખેંચી લે છે,
જ્યાં દરેક ફોટો એક વાર્તા કહે છે, અને દરેક રિલ્સ એક નવી લાગણી જગાડે છે.
આ એવું ડિજિટલ દર્પણ છે જ્યાં આપણે દુનિયા અને ખુદને એક અલગ જ નજરથી જોઈએ છે.
- જેમ દર્પણની બે બાજુઓ હોય છે એમ આ ઇન્સ્ટાગ્રામ ના પણ બે પ્રતિબિંબ છે,
બીજું પ્રતિબિંબ થોડું ઝાંખું જટિલ અને વિચારવા જેવું છે. ચાલો હું તમને આ દર્પણની બંને બાજુઓથી થોડો પરિચય કરાવું.
@ ~ ઈન્સ્ટાગ્રામના ફાયદા અને ગેરફાયદા ~ @
#_ઇન્સ્ટાગ્રામના ફાયદા (The Bright Side ).
1. સર્જનાત્મકતા અને પ્રતિભા માટેનું પ્લેટફોર્મ:
ઇન્સ્ટાગ્રામ એ કલાકારો, ફોટોગ્રાફરો, લેખકો, ડાન્સર્સ અને અન્ય પ્રતિભાશાળી લોકો માટે પોતાનું કામ દુનિયા સમક્ષ મૂકવાનું એક ઉત્તમ માધ્યમ છે. કોઈ પણ જાતના ખર્ચ વગર, તમે તમારી કળાને લાખો લોકો સુધી પહોંચાડી શકો છો અને પ્રશંસા મેળવી શકો છો.
2. નાના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકો માટે વરદાન:
ઘરેથી કેક બનાવતી ગૃહિણી હોય કે હાથવણાટની વસ્તુઓ બનાવતો કારીગર, ઇન્સ્ટાગ્રામે નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. માર્કેટિંગના મોટા ખર્ચ વગર, તેઓ સીધા ગ્રાહકો સુધી પહોંચી શકે છે અને પોતાનો વ્યવસાય વિકસાવી શકે છે.
3. જોડાણ અને સંબંધો:
દૂર રહેતા મિત્રો અને પરિવારજનો સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ એક સરળ રસ્તો છે. તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકાય છે અને તેમની ખુશીમાં સામેલ થઈ શકાય છે. તે સંબંધોને જીવંત રાખવામાં મદદ કરે છે.
4. માહિતી અને જાગૃતિનો સ્ત્રોત:
આજે ઘણા સામાજિક મુદ્દાઓ, સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને નવી કુશળતાઓ (જેમ કે રસોઈ, ફિટનેસ,)
ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકો સુધી પહોંચે છે. સામાજિક જાગૃતિ ફેલાવવા માટે પણ તેનો સકારાત્મક ઉપયોગ થઈ રહ્યો છે.
5. મનોરંજન અને તણાવમાંથી મુક્તિ:
રમુજી રીલ્સ, મેમ્સ અને મનોરંજક કન્ટેન્ટ આપણને દિવસભરના થાક અને તણાવમાંથી થોડીવાર માટે રાહત આપે છે. તે હળવાશની પળો પૂરી પાડે છે.
#_ઇન્સ્ટાગ્રામના ગેરફાયદા (The Dark Side)
1. સરખામણી અને ઈર્ષ્યાની લાગણી:
આ ઇન્સ્ટાગ્રામનો સૌથી મોટો અને સૌથી ખતરનાક ગેરફાયદો છે. લોકો પોતાના જીવનની માત્ર શ્રેષ્ઠ અને સુખદ પળો જ શેર કરે છે - મોંઘા વેકેશન, નવી ગાડી, પાર્ટીઓ, અને પરફેક્ટ દેખાતા ફોટા. આ જોઈને, આપણને અજાણતાં જ આપણું જીવન સામાન્ય, નીરસ અને અપૂર્ણ લાગવા માંડે છે. બીજાની "હાઇલાઇટ રીલ" સાથે આપણે આપણી "પડદા પાછળની વાસ્તવિકતા"ને સરખાવવા લાગીએ છીએ, જે દુઃખ અને અસંતોષને જન્મ આપે છે.
2. માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર:
સતત સરખામણી, લાઈક્સ અને કમેન્ટ્સ મેળવવાનું દબાણ, અને 'FOMO' (Fear of Missing Out - કંઈક ચૂકી જવાનો ડર) જેવી બાબતો ચિંતા (Anxiety), હતાશા (Depression) અને ઓછા આત્મસન્માન (Low Self-esteem) જેવી માનસિક સમસ્યાઓને નોતરે છે. આપણી ખુશીનો આધાર બીજાના વેલિડેશન પર નિર્ભર થઈ જાય છે.
3. સમયનો ભયંકર વ્યય અને વ્યસન:
એક રીલ જોવાની શરૂઆત ક્યારે કલાકોના સ્ક્રોલિંગમાં ફેરવાઈ જાય છે, તેની ખબર પણ નથી પડતી. આ એક ડિજિટલ નશા જેવું છે, જે આપણો કિંમતી સમય બગાડે છે અને આપણને આપણા લક્ષ્યો, કામ અને અભ્યાસથી દૂર લઈ જાય છે.
4. અવાસ્તવિક સૌંદર્યના ધોરણો:
ફિલ્ટર્સ અને એડિટિંગના કારણે ઇન્સ્ટાગ્રામ પર દેખાતી દુનિયા અને લોકો વાસ્તવિકતાથી ઘણા દૂર હોય છે. આનાથી યુવાનો અને યુવતીઓમાં પોતાના શરીર અને દેખાવને લઈને અસુરક્ષાની ભાવના જન્મે છે. તેઓ એવા સૌંદર્યના ધોરણોને પહોંચી વળવાનો પ્રયાસ કરે છે જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી.
5. સાયબરબુલિંગ અને નકારાત્મકતા:
જેટલી સરળતાથી અહીં પ્રશંસા મળે છે, તેટલી જ સરળતાથી નફરત અને ટ્રોલિંગનો શિકાર પણ બની શકાય છે. અનામી એકાઉન્ટ્સ પાછળ છુપાઈને લોકો અભદ્ર ટિપ્પણીઓ કરે છે, જે કોઈ પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ઉપર જે પ્રમાણે આપણે જોયું કે કેવી રીતે એક જ દર્પણની એક બાજુ સુંદર હોય છે તો બીજી બાજુ એટલું જ અંધારું સાચવી ને બેઠેલી હોય છે.
તો શું આ ઈન્સ્ટાગ્રામ રૂપી માયાજાળ માંથી બચવાનો કોઈ ઉપાય છે પણ ખરો...???
હા છે ને ઉપાય...
#_નિષ્કર્ષ.
તો શું ઇન્સ્ટાગ્રામ સારું છે કે ખરાબ?
જવાબ સીધો નથી.
ઇન્સ્ટાગ્રામ એક સાધન છે, એક છરી જેવું. તેનો ઉપયોગ ફળ કાપવા માટે પણ થઈ શકે છે અને કોઈને નુકસાન પહોંચાડવા માટે પણ.
દોષ સાધનનો નથી, પણ વપરાશકર્તાની સમજ અને નિયતનો છે.
ઈન્સ્ટાગ્રામ એક "બેધારી" તલવાર છે જેની બંને બાજુ એ ધાર છે.
જો તમે જાગૃત રહીને તેનો ઉપયોગ કરો, તો તે ફાયદાકારક બની શકે છે.
તમારે યાદ રાખવું પડશે કે,
• ઇન્સ્ટાગ્રામ વાસ્તવિક જીવન નથી :
તે લોકોના જીવનની માત્ર પસંદ કરેલી, એડિટ કરેલી તેમની શ્રેષ્ઠ ક્ષણોનો સંગ્રહ છે.
• તમારે બીજા સાથેની સરખામણી ટાળવી પડશે,
દરેકની યાત્રા અલગ હોય છે. બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કરવાને બદલે પ્રેરણા લો.
• સમય મર્યાદા નક્કી કરો :
ડિજિટલ ડિટોક્સ અને ડોપામાઈન દેટોક્ષ કરો અને તમારા સ્ક્રીન સમયને નિયંત્રિત કરો.
• તમારા ફીડને એક્યુરેટ કરો :
એવા લોકોને અનફોલો કરો જેમનાથી તમારા મનમાં નકારાત્મકતા આવે છે અને એવા લોકોને ફોલો કરો જે તમને પ્રેરણા, જ્ઞાન અને ખુશી આપે છે.
- આખરે, પસંદગી તમારા હાથમાં છે. શું આપણે સ્ક્રીનની આભાસી ચમકમાં ખોવાઈ જઈને જીવનના વાસ્તવિક અંધકારને નોતરવો છે, કે પછી આ પ્લેટફોર્મનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણા જીવનને વધુ સારું બનાવવું છે? જવાબ આપણે પોતે જ શોધવાનો છે.
~ By : Prince Dholiya
____________________________________________
• Write and Compose : Prince Dinesh Dholiya.
• Facts chek : P.D.Dholiya , R.R.Zala
A.D.Kakkad , K.R.Nakum
P.H.Chauhan
• Publish Date : 14 sept. 2025
~ References :
• Wikipedia articles on human brain and articles on social media.
• Google.
• Journal of social and clinical Psychology.
• The social Dilemma ( Netflix 2020 )
• Research articles from - The Royal Society For Public Health.
• Dhruv rathee video on Social Media.
• Articles from "Wired" And "The verge".
Comments
Post a Comment